ઇવનિંગ ન્યૂઝ બુલેટિનઇકો સેન્સિટિવ ઝોનનો ઉગ્ર વિરોધ:રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને આપી ધમકી, પાકિસ્તાન મરીનની ગુજરાતના દરિયાકાંઠે અવળચંડાઈ, મેડિકલ કેમ્પ માટે બનશે નવી SOP

રેગિંગ કરનારા 15 સિનિયર્સ સામે ફરિયાદ દાખલ

પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી..રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા બાદ હવે તેમની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.. મૃતક વિદ્યાર્થીને સિનિયર્સે અશ્લીલ ડાન્સ કરવા અને 10 ગાળ બોલવા દબાણ કર્યું હતું.. સાડાત્રણ કલાક ઊભો રાખતા વિદ્યાર્થી ઢળી પડ્યો અને મોતને ભેટ્યો હતો..

પાકિસ્તાન મરીનનું ગુજરાતના દરિયા નજીક ફાયરિંગ

પાકિસ્તાન મરીને ગુજરાતના દરિયા નજીક ફાયરિંગ કર્યું.. .મોડી રાત્રે કરેલા ફાયરિંગમાં ઓખાની બોટ ડૂબી ગઈ.. જો કે ભારતીય કોસ્ટગાર્ડે બોટમાં સવાર માછીમારોને બચાવી લીધા હતા..

ઇકો ઝોનના વિરોધમાં 196 ગામના ખેડૂતોએ કર્યો વિરોધ

ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે સાસણમાં જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામના ખેડૂતોએ સાસણમાં વિરોધ નોંધાવ્યો.. ઈકો ઝોનના જાહેરનામાને કાળો કાયદો ગણાવી તેને રદ્દ કરવાની ઉગ્ર માગ કરી..

PMJAYમાં ચાલતી લાલિયાવાડી બંધ કરવા સરકાર ગંભીર

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAYમાં ચાલતી લાલિયાવાડી બંધ કરવા સરકાર ગંભીર બની… હવે જો કોઈ હોસ્પિટલ PMJAY યોજના અંતર્ગત મેડિકલ કેમ્પ કરશે તો તે ઓટોમેટિક સસ્પેન્ડ થઈ જશે..કોમર્શિયલ, ચેરિટી કે ખાનગી એજન્સીઓ દ્વારા યોજાતા મેડિકલ કેમ્પ અંગે રાજ્ય સરકાર નવી SOP બનાવશે.

તપન પરમાર હત્યાકાંડમાં પોલીસની કામગીરી સામે સવાલ

વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. સવારથી જ પરિવારજનો કારેલીબાગ પોલીસ સ્ટેશનની બહાર ન્યાયની માગ સાથે બેઠા છે.. તપનની હત્યા કરનાર આરોપી બાબરખાન પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે….

બોગસ હોસ્પિટલને એક જ દિવસમાં સીલ કરી દેવાઈ

સુરતમાં નવી બનેલી બોગસ હોસ્પિટલને એક જ દિવસમાં સીલ કરી દેવાઈ.. હૉસ્પિટલના ત્રણ ડૉક્ટર સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. એક સંચાલક 2022માં દારૂ સાથે પકડાયો હતો. સંચાલકોએ ઉદ્ઘાટનની નિમંત્રણ પત્રિકામાંપોલીસ કમિશનર અને JCP ક્રાઈમનાં નામ તેમની જાણ બહાર છાપી માર્યાં હતાં.

‘તૂં ફર્જી સાધુ છે’કહી સાધુની જટા કાપી લૂંટી લીધો

ભાવનગર જિલ્લાના ભગુડામાં બે સાધુઓએ અન્ય સાધુની જટા કાપી લૂંટ ચલાવી.. આશ્રમમાં આરામ કરી રહેલા સાધુને તૂં ફર્જી સાધુ છે, એમ કહીને બે સાધુએ મારઝુડ કરી 21000ની લૂંટ ચલાવી. ભોગ બનનાર સાધુએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે..

માર્કેટિંગ યાર્ડમાં લાલચટક મરચાંની આવક શરૂ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી લાલચટક મરચાંની આવક શરૂ થઈ ગઈ. સિઝનની શરૂઆતમાં જ 3500થી 4000 ભારીની આવક નોંધાઈ. તો મુહૂર્તમાં એક મણ મરચાંનો રેકોર્ડબ્રેક ભાવ રૂ. 23,113 બોલાયો.

વેપારીની હત્યામાં આવ્યો નવો વળાંક

અમદાવાદના નહેરુનગરમાં શાકભાજીના વેપારીની હત્યામાં નવો ઘટસ્ફોટ થયો. ભત્રીજાએ જ વેપારીની હત્યા માટે 25 લાખની સોપારી આપી હતી. પોલીસે ફરાર આરોપીઓને રતલામ પાસેથી ઝડપ્યા હતા..

રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને ધમકી આપી

રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને ધમકી આપી.

  • Related Posts

    KineMaster mod free apk

    DraftSight (64-bit)

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *